એલ.એલ.એમ. સત્ર-૩ના વિદ્યાર્થીઓ દ્વારા કાયદા અધ્યાપન પ્રવૃત્તિનું આયોજન

એલ.એલ.એમ. સત્ર-૩ના વિદ્યાર્થીઓ દ્વારા કાયદા અધ્યાપન પ્રવૃત્તિનું આયોજન


સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવનના એલ.એલ.એમ. સત્ર-૩ના વિદ્યાર્થીઓ દ્વારા અભ્યાસક્રમના ભાગરૂપે તા. ૨૧ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ ગ્રેસ લો કોલેજ ખાતે કાયદા અધ્યાપન પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું.

એલ.એલ.એમ.ની પદવી પ્રાપ્ત કરવા પાછળનો હેતુ માત્ર કાયદાકીય વિષયનું ઉચ્ચ સ્તરીય જ્ઞાન પ્રાપ્ત કરવાનો નથી, પરંતુ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં શૈક્ષણિક, સંશોધન, કાયદાકીય તથા અન્ય વ્યાવસાયિક ક્ષેત્રોમાં પોતાની કારકિર્દી વિકસાવવા માટે સક્ષમ બનાવવાનો પણ છે. બાબતને ધ્યાનમાં રાખીને માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન દ્વારા વિદ્યાર્થીઓને વર્ગખંડના સૈદ્ધાંતિક શિક્ષણની સાથે વ્યવહારુ અને જીવનોપયોગી શિક્ષણ મળે તે માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.

શૈક્ષણિક અભિગમના ભાગરૂપે એલ.એલ.એમ. સત્ર-૩ના વિદ્યાર્થીઓ માટે કાયદા અધ્યાપન પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રવૃત્તિમાં સત્ર-૩ના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક અને સક્રિય રીતે ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ ગ્રેસ લો કોલેજના એલ.એલ.બી.ના વિદ્યાર્થીઓને વિવિધ કાયદાકીય વિષયોનું અધ્યાપન કર્યું હતું.

પ્રવૃત્તિનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં અધ્યાપન કૌશલ્ય, જાહેર વક્તૃત્વ કૌશલ્ય, સંવાદ કૌશલ્ય, વિષય રજૂઆતની ક્ષમતા, આત્મવિશ્વાસ તથા વર્ગખંડ સંચાલનની કુશળતા વિકસાવવાનો હતો. વિદ્યાર્થીઓને કાયદાકીય વિષયોને માત્ર પુસ્તકીય જ્ઞાનના સ્વરૂપમાં નહીં પરંતુ સરળ ભાષા, યોગ્ય ઉદાહરણો અને વ્યવહારુ દૃષ્ટિકોણ સાથે રજૂ કરવાની તક મળી હતી.

વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કાયદાકીય તથા માનવ અધિકાર સંબંધિત વિષયો પર અધ્યાપન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે મહિલાઓના અધિકારો, માનવ અધિકારોનું અમલીકરણ, માનવ અધિકારોના સંરક્ષણમાં ન્યાયતંત્રની ભૂમિકા, માનવ અધિકારોનો ઉદ્ભવ અને વિકાસ, અનામત વ્યવસ્થા, ગ્રાહકોના અધિકારો, કૌટુંબિક કાયદા, સાયબર ગુનાઓ અન્ય વિવિધ કાયદાકીય વિષયો નો સમાવેશ કરવામાં આવ્યો હતો.

સમગ્ર પ્રવૃત્તિ માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવનના અધ્યક્ષ ડૉ. ભગીરથસિંહ માંજરિયાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી હતી. વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન અને સહકાર આપવા માટે ભવનના અધ્યાપક ડૉ. સાગરભાઈ અમીપરા તથા ડૉ. હિરેનભાઈ ચગ રૂબરૂ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રવૃત્તિ પૂર્વે ભવનના અધ્યાપકમંડળ તથા કર્મચારીગણ દ્વારા વિદ્યાર્થીઓને કાયદાનું અસરકારક અધ્યાપન કેવી રીતે કરવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને જાહેર વક્તૃત્વ, અસરકારક સંવાદ, વિષયની રજૂઆત, વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ સ્થાપિત કરવો, યોગ્ય ઉદાહરણો દ્વારા વિષય સમજાવવો તથા આત્મવિશ્વાસપૂર્વક અધ્યાપન કરવું જેવી બાબતો અંગે વિદ્યાર્થીઓને પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી.

વિદ્યાર્થીઓએ પોતાના પસંદ કરેલા વિષય અંગે કાયદાકીય જ્ઞાન રજૂ કરવાની સાથે તેને સરળ અને રસપ્રદ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષકની ભૂમિકા નિભાવવાનો મહત્વપૂર્ણ પ્રાયોગિક અનુભવ પ્રાપ્ત થયો હતો. પરિણામે તેમના આત્મવિશ્વાસમાં વધારો થયો તેમજ કાયદાકીય જ્ઞાનને અન્ય લોકો સુધી અસરકારક રીતે પહોંચાડવાની ક્ષમતાનો વિકાસ થયો હતો.

માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન દ્વારા હંમેશા પ્રયત્ન કરવામાં આવે છે કે વિદ્યાર્થીઓને માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન પૂરતું શિક્ષણ મળે, પરંતુ તેઓ પ્રાપ્ત કરેલા જ્ઞાનનો વ્યવહારુ જીવનમાં ઉપયોગ કરી શકે અને ભવિષ્યની કારકિર્દી માટે જરૂરી કૌશલ્યો પણ વિકસાવી શકે. કાયદા અધ્યાપન પ્રવૃત્તિ પણ શૈક્ષણિક દૃષ્ટિકોણનું એક મહત્વપૂર્ણ ઉદાહરણ છે.

પ્રવૃત્તિ દ્વારા એલ.એલ.એમ. સત્ર-૩ના વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, જાહેર વક્તૃત્વ, અધ્યાપન કૌશલ્ય, વિષય રજૂઆત, સંવાદ કૌશલ્ય અને કાયદાકીય જ્ઞાનને સરળતાથી અન્ય લોકો સુધી પહોંચાડવાની ક્ષમતા વિકસાવવામાં મહત્વપૂર્ણ યોગદાન મળ્યું હતું. સાથે સાથે ગ્રેસ લો કોલેજના એલ.એલ.બી.ના વિદ્યાર્થીઓને પણ વિવિધ કાયદાકીય વિષયો અંગે ઉપયોગી જ્ઞાન પ્રાપ્ત થયું હતું.

પ્રકારની શૈક્ષણિક અને વ્યવહારુ પ્રવૃત્તિઓ દ્વારા માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન વિદ્યાર્થીઓને જ્ઞાન પ્રાપ્ત કરવાની સાથે તેનો ઉપયોગ કરવા અને અન્યને જ્ઞાન આપવાની દિશામાં પણ પ્રોત્સાહિત કરે છે. રીતે ભવન દ્વારા વિદ્યાર્થીઓને ભવિષ્યમાં સારા વકીલ, સંશોધક, અધ્યાપક અને કાયદાકીય ક્ષેત્રના જવાબદાર વ્યવસાયિક તરીકે ઘડવાની દિશામાં સતત પ્રયત્ન કરવામાં આવે છે.

 

 


Published by: Department of Human Rights and International Humanitarian Laws

21-08-2026