તા. ૨ ઓક્ટોબર, ગાંધી જયંતિ નિમિત્તે રાજકોટ ખાતે બાલભવન અને ભારત સેવક સમાજના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી ‘ગાંધી ક્વિઝ’ સ્પર્ધામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવને સતત ત્રીજા વર્ષે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી ચેમ્પિયન ટ્રોફી જીતી ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. રાજકોટની ૧૦ નામાંકિત કોલેજોના સ્પર્ધકો વચ્ચે યોજાયેલી આ સ્પર્ધામાં ભવનના વિદ્યાર્થીઓ ટંકારિયા ભાવિન, રાજપરા અસ્મિતા અને જોબણ સાનિયાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. આ સિદ્ધિ બદલ સમાજશાસ્ત્ર ભવન પરિવાર દ્વારા વિજેતા વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.