માનવ અધિકારો અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન

માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ દ્વારા અભ્યાસક્રમના ભાગરૂપે તેમજ સામાજિક જવાબદારીના હેતુથી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની રૂબરૂ મુલાકાત લઈ માનવ અધિકારોના વિવિધ પાસાઓ અંગે જનજાગૃતિ ફેલાવવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે.

સંદર્ભમાં તા. ૦૫/૦૮/૨૦૨૬ના રોજ માતુશ્રી વીરબાઈ મા મહિલા કોલેજ ઑફ કોમર્સ, મેનેજમેન્ટ એન્ડ આઈ.ટી. ખાતે માનવ અધિકારો અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન માનવ અધિકારો સાથે સંકળાયેલા વિવિધ સમકાલીન અને મહત્વપૂર્ણ વિષયો અંગે વિદ્યાર્થીઓ દ્વારા શૈક્ષણિક રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં ગોપનીયતાનો અધિકાર, સાયબર ક્રાઇમ અને કાયદો, ભારતીય બંધારણના ભાગ- હેઠળના મૂળભૂત અધિકારો, ડિજિટલ ગોપનીયતા અને કૃત્રિમ બુદ્ધિમત્તા (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ), તેમજ ભારતમાં કાર્યસ્થળ પર મહિલાઓનું રક્ષણ જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

વિવિધ વિષયોની રજૂઆતો દ્વારા ઉપસ્થિત વિદ્યાર્થીઓને તેમના મૂળભૂત અધિકારો, ડિજિટલ યુગમાં ગોપનીયતાનું મહત્વ, સાયબર ગુનાઓથી સુરક્ષા, મહિલાઓના કાયદાકીય અધિકારો તથા બંધારણીય સુરક્ષાઓ અંગે સરળ અને વ્યવહારુ રીતે માહિતી આપવામાં આવી હતી. સાથે સાથે, આજના સમયમાં માનવ અધિકારો સામે ઊભા થતા નવા પડકારો અને તેના કાયદાકીય ઉપાયો અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

પ્રકારના જનજાગૃતિ કાર્યક્રમોનો મુખ્ય હેતુ માત્ર વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક આધારિત જ્ઞાન પૂરતું મર્યાદિત રાખવાનો નથી, પરંતુ તેમને માનવ અધિકારો અંગે જાગૃત, જવાબદાર અને સંવેદનશીલ નાગરિક તરીકે વિકસાવવાનો છે. વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લઈ સમાજના વિવિધ વર્ગો સુધી માનવ અધિકારો અંગેની કાયદાકીય માહિતી પહોંચાડવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે સામાજિક જાગૃતિ અને કાયદાકીય સશક્તિકરણની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.

સમગ્ર જનજાગૃતિ અભિયાન માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવનના અધ્યક્ષશ્રી ડૉ. ભગીરથસિંહ માંજરિયા ના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી રહ્યું છે. તેમજ ભવનના અધ્યાપક ડૉ. સાગરભાઈ અમીપરા દ્વારા વિદ્યાર્થીઓને રૂબરૂ હાજર રહી જરૂરી માર્ગદર્શન, પ્રોત્સાહન અને સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો.

માનવ અધિકારો અંગે સમાજમાં કાયદાકીય જાગૃતિ વધે, લોકો પોતાના અધિકારો અને ફરજો અંગે માહિતગાર બને તથા બંધારણીય મૂલ્યોનું જતન થાય તે માટે માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આવા જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન સતત કરવામાં આવી રહ્યું છે.

સમગ્ર પહેલ દ્વારા ભવન દ્વારા શિક્ષણને સમાજ સાથે જોડવાનો તથા માનવ અધિકારો અંગે જાગૃતિ અને કાયદાકીય સશક્તિકરણ દ્વારા સમાજોપયોગી કાર્યમાં પોતાનું યોગદાન આપવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.


Published by: Department of Human Rights and International Humanitarian Laws

05-08-2026