દ્વિતીય : તા. ૧૯-૧૨-૨૦૨૬નાં રોજ પ્રથમ "માતૃશ્રી રમાબાઈ ગ્રામસેવા ફેલોશીપ એવોર્ડ યોજના : ૨૦૨૫-૨૬"
ગુજરાત સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા અનુદાનિત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ સંચાલિત બાબાસાહેબ ડૉ. બી.આર.આંબેડકર ચેર-સેન્ટર દ્વારા વર્ષ : ૨૦૨૫-૨૬ માટે માતૃશ્રી રમાબાઈ ગ્રામસેવા ફેલોશીપ એવોર્ડ યોજના વર્ષ : ૨૦૨૫-૨૬ માટે શરૂ કરવામાં આવી. આ યોજના અંતર્ગત સ્નાસ્તક પાસ હોય તેવા વિદ્યાર્થીઓ દ્વારા યોજનાની માર્ગદર્શિકા અનુસાર ગ્રામીણ વિસ્તારની સામાજિક, આર્થિક, શૈક્ષણિક, રાજનૈતિક અને આરોગ્યલક્ષી પરિસ્થિતિઓનો અભ્યાસ કરવાના ઉદ્દેશથી આ યોજના શરૂ કરવામાં આવી. આ યોજના મુખ્ય ધ્યેય જેવા કે,
(૧) ડૉ. આંબેડકરજીના ચિંતનને ખરા અર્થમાં ગ્રામ્ય સમાજના શિક્ષિત-અશિક્ષિત લોકોને સંકલિત કરી લોકો સુધી પહોંચાડવું.
(૨) ગામડાના બાળકોને આધુનિક શિક્ષણ પ્રણાલીથી અવગત કરી તેના સ્વ-વિકાસની ઉતમ તકો ઉત્પન્ન કરવા માર્ગદર્શિત કરવા.
(૩) ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને શિક્ષણ પ્રત્યે જાગૃત કરવા.
(૪) ગ્રામ્ય વિસ્તારના લોકોને આરોગ્યલક્ષી જાગૃતતા લાવવા માટે મદદ કરવી.
(૫) ગ્રામ્ય વિસ્તારના લોકોને સ્વાવલંબી જીવન જીવવા અંગે પ્રોત્સાહિત કરવા.
(૬) ગ્રામ્ય વિસ્તારમાં યુવક-યુવતીઓને વિવિધિ સ્પર્ધાત્મક પરીક્ષા માટે પ્રેરણા, જાગૃત અને મદદ કરવી.
(૭) વિકાસમાં અવરોધરૂપ રૂઢિઓ અને અંધશ્રદ્ધાઓમાંથી મુક્ત થવા માર્ગદર્શન આપવું.
(૮) મહિલા કલ્યાણલક્ષી યોજનાઓ, સહાયક યોજનાઓ વગેરેની માહિતી ગ્રામ્ય મહિલાઓને આપવી.
(૯) ગ્રામ્ય વિસ્તારના લોકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓ અને લાભોથી જાગૃત કરવા.
(૧૦) સમાજમાં રહેલા વિભેદનકારી વિચારો દૂર કરવા માર્ગદર્શન આપી 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ના ડૉ. આંબેડકરજીના સ્વપ્નને સાકાર કરવું.
(૧૧) આ યોજનાની અમલવારી દરમ્યાન ગામડાઓમાં સમાનતા, બંધુતા અને સમરસતા કેળવાય તે માટેના પ્રયત્નો કરવા.
ઠરાવોને અનુલક્ષીને વર્ષ : ૨૦૨૫-૨૬માં આપવાના થતાં ‘ માતૃશ્રી રમાબાઈ ગ્રામસેવા ફેલોશીપ યોજના–૨૦૨૫-૨૬’(MRGFY)' અંતર્ગત સંદર્ભ-૩/૪થી ચેર-સેન્ટરની સલહાકાર સમિતિમાં થયેલા ઠરાવ અને માર્ગદશિકા અનુસાર સંદર્ભ-પથી વિદ્યાર્થીઓના લાભાર્થે પ્રસિદ્ધ થયેલા જાહેરાતના અનુસંધાને આવેલ અરજીઓને આધારે સંદર્ભ–૬થી રૂબરૂ મુલાકાત પસંદગી સમિતિ દ્વારા તા.૧૯/૧૨/૨૦૨૫ના ૧૮ ઉમેદ્વારોનાં ચેર–સેન્ટર પર રૂબરૂ ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યા અને નીચેના ઉમેદ્વારોની પસંદગી કરી, બાયધરી પત્રક લઈને તેઓના બેંક એકાઉન્ટમાં રકમ જમાં કરવામાં આવી.