‘વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ’

                                   સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા “વિભાજન વિભીષિકા સ્મૃતિ” દિવસ અંતર્ગત તા.૧૩/૦૮/૨૦૨૬ ના રોજ વિવિધ શૈક્ષણિક જનજાગૃતિ અને આજની યુવા પેઢીને સમાજમાં જનજાગૃતિ લાવવા કાર્યક્રમોનાં આયોજન માટે કરવામાં આવેલી સૂચનાના અનુસંધાને ઇતિહાસના અનુસ્નાતક  ભવન ખાતે એક વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.                         

                         આ પ્રસંગે જીવનલક્ષી શિક્ષણ અને વિષયોના અનુબંધ વિષય પર ઇતિહાસ ભવનના શ્રી રાજુભાઈ કાશુન્દ્રાનુ વિશેષ વ્યાખ્યાન અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ યોજાયો હતો.

                   વ્યાખ્યાનમાં પ્રારંભમાં શ્રી રાજુભાઈએ “વિભાજન વિભીષિકા સ્મૃતિ” દિવસ નાં ઐતિહાસિક મહત્વ અંગે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી. ત્યારબાદ વિદ્યાર્થી ઇતિહાસમાં વિવિધ વિષયોનો અનુબંધ વિશે જાણકારી આપીને આજની યુવા પેઢીની વિવિધ ઉદાહરણો સાથે જ્ઞાનસભર માહિતી આપી હતી. સાથે- સાથે ભારતીય સંસ્કૃતિમાં દર્શાવવામાં આવેલા 16 સંસ્કારો વિશે પણ વિદ્યાર્થીઓને ખાસ માહિતી આપવામાં આવી હતી. સમગ્ર વ્યાખ્યા દરમિયાન વક્તાએ વિદ્યાર્થીઓને અંત સુધી જોડી રાખીને ઇતિહાસ જીવન લક્ષી શિક્ષણ, ભારતીય સંસ્કૃતિ માનવીય મૂલ્યો જેવા વિવિધ પાસાઓને એકબીજા સાથે જોડીને જીવનનું મૂલ્ય સમજાવ્યું હતું. આ કાર્યક્રમમાં ભવનના અધ્યક્ષ ડો.કલ્પાબેન માણેક તેમજ અન્ય સહયોગી પ્રોફેસરો તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થી જોડાયા હતા.


Published by: Department of History

13-08-2026