માનનીય કુલપતિશ્રીની અધ્યક્ષતામાં "ડો. આંબેડકરનું શિક્ષણ દર્શન અને રાષ્ટ્રીય શિક્ષાનીતિ : ૨૦૨૦ " વિષયક તા. ૧૧/૦૩/૨૦૨૬ના રોજ બાબાસાહેબડૉ. બી. આર. આંબેડકર ચેર- સેન્ટરનો રાષ્ટ્રીય સેમિનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટમાં યોજાઇ ગયો.
ગુજરાત રાજ્ય સરકારશ્રી દ્વારા અનુદાનિત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંચાલિત બાબા સાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર -સેન્ટર દ્વારા "ડો. આંબેડકરનું શિક્ષણ દર્શન તેમજ રાષ્ટ્રીય શિક્ષાનીતિ : ૨૦૨૦ " વિષયક તા. ૧૧/૦૩/૨૦૨૬ના રોજ બાબાસાહેબડૉ. બી. આર. આંબેડકર ચેર- સેન્ટરનો રાષ્ટ્રીય સેમિનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટમાં યોજાઇ ગયો.
ડૉ. બાબાસાહેબ આંબેડકરે શિક્ષણક્ષેત્રે આપેલા ઐતિહાસિક યોગદાન તથા રાષ્ટ્રીય શિક્ષણનીતિ - ૨૦૨૦ના પરિપ્રેક્ષ્યમાં શિક્ષણ ક્ષેત્રમાં સર્જાતા પરિવર્તનો અંગે ચર્ચા કરવા રાષ્ટ્રીય કક્ષાની સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવેલ. આ સંગોષ્ઠીનો મુખ્ય ઉદ્દેશ ડૉ. આંબેડકરની શિક્ષણદ્રષ્ટિ, સામાજિક સમાનતા અને આધુનિક શિક્ષણ વ્યવસ્થામાં તેમના વિચારોની પ્રાસંગિકતા અંગે વિસ્તૃત ચર્ચા કરવાનો હતો.
આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રો. ઉત્પલ જોષી, બીજરૂપ વક્તા તરીકે પ્રો. નાથાલાલ ગોહિલ, માનનીય ચેરપર્સન, રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ, ભારત સરકારના માનનીય કિશોરભાઈ મકવાણા મુખ્ય મહેમાન અને વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા, સંસ્કૃત વિભાગ, IGNOUના પ્રો. કૌશલ પંવાર, સરકારી એન્જીનીયરીંગ કોલેજ, રાજકોટના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. આશિષ કે. શુકલાએ સમરોપ વ્યાખ્યાન આપ્યું હતું અને ઉદ્ઘાટનસત્રમાં યુનિવર્સિટીના કાર્યકારી કુલસચિવ શ્રી વી. સી. ગઢવીએ આભારવિધિ કરી હતી.
આ ઉપરાંત ચેર - સેન્ટરની સલાહકાર સમિતિના સભ્યશ્રી પ્રો. બી. કે. કલાસવા, ડૉ. શ્રદ્ધાબહેન બારોટ, વિવિધ ભવનોના અધ્યક્ષ, રાજ્યભરના વિવિધ યુનિવર્સિટી અને કોલેજોના પ્રાધ્યાપકો, સંશોધકો, સમાજિક કાર્યકરો તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભાગ લીધેલ.
આ સંગોષ્ઠીના વિવિધ સત્રો દરમિયાન ડૉ. આંબેડકરના વિચારોને આધુનિક શિક્ષણ વ્યવસ્થાની સાથે સાંકળીને ચર્ચા કરવામાં આવી અને નવી શિક્ષણનીતિ–૨૦૨૦ના અમલ દ્વારા સમાનતા આધારિત અને ગુણવત્તાયુક્ત શિક્ષણ વ્યવસ્થા કેવી રીતે વિકસાવી શકાય તે અંગે વક્તાઓ દ્વારા વક્તવ્યો આપવામાં આવેલ.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નવી પેઢીમાં ડૉ. આંબેડકરના વિચારો પ્રત્યે જાગૃતિ લાવવાનો, શિક્ષણમાં સમાનતા અને સામાજિક ન્યાયના મૂલ્યોને પ્રોત્સાહન આપવાનો તથા સંશોધન અને શૈક્ષણિક ચર્ચાને પ્રોત્સાહિત કરવાનો છે.
આ સેમિનારના ઉદ્દઘાટન સત્રમાં વર્ષ દરમિયાનની પ્રવૃત્તિમાં શ્રેષ્ટતા પ્રાપ્ત કરેલાને વિવિધ એવોર્ડ, પ્રમાણપત્ર, સ્મૃતિ ચિન્હ દ્વારા મંચસ્થ મહેમાનોના હસ્તે સફળ થયેલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા
(A) વર્ષ ૨૦૨૫નો *રાજ્યકક્ષાનો પ્રતિષ્ઠિત ભીમરત્ન એવોર્ડ માનનીયશ્રી કિશોરભાઈ મકવાણાને અર્પણ કરવામાં આવ્યો.
આ અગાઉ વર્ષ-2024નો પ્રોફે.નાથાલાલ ગોહિલને અને વર્ષ-2023નો પ્રથમ એવોર્ડ પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણને આપવામાં આવ્યો હતો.
(B) ડૉ. આંબેડકર સ્પેશિયલ સંશોધન ફેલીશિપ એવોર્ડ -2025
ડૉ. આંબેડકર ચેર-સેન્ટર દ્વારા ડૉ. આંબેડકરજીના જીવન, કાર્યો અને તત્ત્વજ્ઞાન પર લઘુશોધ / મહાશોધ નિબંધ લખનાર કુલ ૦૮ સંશોધકોને PG & Ph.D., શોધછાત્રોને સ્પેશીયલ ફેલોશીપ એવોર્ડ-૨૦૨૫-૨૬નો અર્પણ કરવામાં આવ્યો. આ વર્ષ સહિત કુલ આપવામાં આવેલા એવોર્ડની કુલ સંખ્યા-૩૭
(C) રાજ્યકક્ષાની સાતમી ત્રિસ્તરીય વકતૃત્વ સ્પર્ધા-
ડૉ. આંબેડકર ચેર-સેન્ટર દ્વારા રાજ્યકક્ષાની ત્રિસ્તરીય (ધોરણ ૬ થી પી.એચડી) વકતૃત્વ સ્પર્ધા: ૨૦૨૫-૨૬માં વિજેતા ૧૫ વિદ્યાર્થીઓનું ' ભીમપ્રજ્ઞા એવોર્ડ' થી સન્માન કરવામાં આવ્યા.
(૧) ધોરણ-૬ થી ૮ : યુગદષ્ટા ડૉ. આંબેડકર
(૨) ધોરણ-૯ થી ૧૨ : આધુનિક ભારતના નિર્માતા : ડૉ. આંબેડકર
(૩) કૉલેજ/યુનિવર્સિટી/સંસ્થા : ક્રાંતિયાત્રા : મહૂથી ચૈત્યભૂમિ અત્યાર સુધીની ૦૭ સ્પર્ધામાં ૧૦૫ છાત્રોને ભીમપ્રજ્ઞા એવોર્ડ અર્પણ કર્યા.
(૪) રાજ્યકક્ષાની નવમી ત્રિસ્તરીય નિબંધલેખન સ્પર્ધા અને "ભીમપ્રજ્ઞા એવોર્ડ"
ડૉ. આંબેડકરજીના મહાપરિનિર્વાણ દિવસને અનુલક્ષીને આયોજિત ત્રિસ્તરીય રાજ્યકક્ષાની નિબંધ લેખન સ્પર્ધામાં પ્રતિવર્ષ રાજ્યભરમાંથી યુનિવર્સિટી કેમ્પસ ખાતે ઉપસ્થિત રહી નિબંધનું લેખન કરે છે પ્રતિવર્ષ ૧૫ છાત્રોને સન્માનિત કરવામાં આવે છે. ૨૦૨૫-૨૬માં વિજેતા ૧૫ વિદ્યાર્થીઓનું ‘ ભીમપ્રજ્ઞા એવોર્ડ' થી સન્માન કરવામાં આવ્યું.
(૧) ધોરણ-૬ થી ૮: મારા પ્રિય મહાનાયક : ડૉ. આંબેડકર
(૨) ધોરણ-૯ થી ૧૨: શિક્ષાના પ્રેરણાપૂંજઃ ડૉ. આંબેડકર
(૩) કૉલેજ/યુનિવર્સિટી/સંસ્થા: ડૉ. આંબેડકરજીનું રાજનૈતિક દર્શન અત્યાર સુધીની ૦૯ સ્પર્ધામાં ૧૩૬ છાત્રોને ભીમપ્રજ્ઞા એવોર્ડ અર્પણ કર્યા.
(૫) ડૉ. બી.આર. આંબેડકર ચેર-સેન્ટર દ્વારા વર્ષ : ૨૦૨૨ થી સેન્ટરોમાં બે પ્રમાણપત્રીય અભ્યાસક્રમો (૧) ડૉ. આંબેડકરજીનું જીવન અને દર્શન, (૨) ભારતીય બંધારણમાં માનવ અધિકારો અને ફરજો શરુ કરવામાં આવ્યા છે. જેમાં યુનિવર્સીટી કેમ્પસ અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની વિવિધ ૦૬ કોલેજોમાં આ પ્રમાણપત્ર અભ્યાસક્રમો કાર્યરત છે. જેમાં વર્ષ-૨૦૨૫-૨૦૨૬માં ઉત્તીર્ણ થયેલા છાત્રોનીસંખ્ય ૨૪૬ હતી અત્યાર સુધીની કુલ સંખ્યા-૭૩૩ને પ્રમાણપત્ર તેમજ સેન્ટરોના કો ઓર્ડિનેટરશ્રીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું.
(૬) “માતૃશ્રી રમાબાઈ ગ્રામ સેવા ફેલોશિપ યોજના” ડૉ. બી.આર. આંબેડકર ચેર-સેન્ટર દ્વારા વર્ષ : ૨૦૨૪-૨૫થી યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં એક વિદ્યાર્થીને ૦૫ ગામ ફળવવામાં આવે છે. આ વિદ્યાર્થીઓ ગામડાઓમાં જઈને શિક્ષણ, સરકારી યોજનાઓ, આરોગ્ય વગેરે અંગેના ગામડાઓમાં પ્રસાર-પ્રચાર કરીને પોતાનો અહેવાલ જમા કરાવે છે. આ યોજના અંતર્ગત આ વર્ષે ૧૦ વિદ્યાર્થીઓને એવોર્ડ પત્ર આપવામાં આવ્યા. અત્યાર સુધીની સ્પર્ધામાં ૨૦ છાત્રોને ફેલોશિપની રકમ અર્પણ કર્યા.
(૭) ડૉ. આંબેડકર પુસ્તક પ્રકાશન આર્થિક અનુદાન યોજના વર્ષ :૨૦૧૭-૧૮ થી શરુ કરવામાં આવી છે. જેમાં ડૉ. આંબેડકર વિષયક પુસ્તકોના લેખકોને “પુસ્તક પ્રકાશન માટે આર્થિક અનુદાન” આપવામાં આવે છે. આ વર્ષે ૦૨ લેખોને અનુદાન આપવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ -૨૭ લેખકોને આર્થિક અનુદાન આપવામાં આવ્યું છે.
બાબાસાહેબ ડો. બી. આર. આંબેડકર ચેર-સેન્ટર દ્વારા થયેલી કામગીરી
(૧) ચેર-સેન્ટરની લાઈબ્રેરીમાં ૪૧૬૩ પુસ્તકો અને ૨૨૦ લાઈબ્રેરીની સભ્ય સંખ્યા છે.
(૨) વિવિધ કોલેજ / ભાવનોમાં ડો. આંબેડકર મેમોરિયલ ઓનાલાઈન/ઓફલાઈન વ્યાખ્યાનો-૧૯૪
(૩) ધો-૬ થી પીએચ.ડી. સુધીની પ્રતિવર્ષ યોજાતી રાજ્યકક્ષાની ત્રિસ્તરીય નિબંધલેખન સ્પર્ધામાં આ વર્ષે નવમી સ્પર્ધા હતી જેમાં કુલ પ્રતિભાગીઓની સંખ્યા-૩,૦૦૩ છે.
(૪) રાજયકક્ષાની ત્રિસ્તરીય વકતૃત્વ સ્પર્ધા આ વર્ષે સાતમી હતી જેમાં કુલ પ્રતિભાગીઓની સંખ્યા ૫૪૨ છે.
(૫) ડૉ. આંબેડકરજી પરના કુલ ૦૮ સંશોધન પ્રોજેકટ અઘ્યાપકો દ્વારા થયા છે. (રૂા. ૫૦-૫૦ હજારના)
(૬) ડૉ. આંબેડકરજી પર કુલઃ ૩૭ પીજી /એમફિલ / પીએચ.ડી.ના લઘુશોધ નિબંધ અને મહાશોધનિબંધ કાર્ય થયેલ છે.
(૭) ડૉ. આંબેડકરજી અને મહાપુરુષોના જીવન પર કુલ : ૨૭ પુસ્તકો ચેર- સેન્ટર અને ચેર-સેન્ટરના આર્થિક અનુદાનથી પ્રકાશિત થયા છે.
(૮) ચેર-સેન્ટર દ્વારા ડૉ. આંબેડકરજી પરના બે પ્રમાણપત્રીય અભ્યાસક્રમો ડૉ. આંબેડકરજીનું જીવન અને દર્શન અને ભારતીય બંધારણમાં માનવ અધિકારો અને ફરજો છેલ્લા ત્રણ વર્ષથી ચેર સેન્ટર તેમજ વીવિધ કોલેજોમાં શરૂ કરવામાં આવ્યા છે. જેવા કે, અત્યાર સુધીમાં આ પ્રમાણપત્રીય અભ્યાસક્રમોમાં કુલ : ૭૩૩ વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ કર્યો છે.
(૯) રાષ્ટ્રીયકક્ષાના ૮ સેમિનારમાં પ્રતિભાગીઓની કુલ સંખ્યા-૨૨૭૩ છે.
(૧૦) માતુશ્રી રમાબાઈ ગ્રામ સેવા યોજનાની શરૂઆત આ વર્ષથી કરવામાં આવેલ છે જેમાં ૨૦ વિધ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે.
(૧૧) વર્ષ ૨૦૨૩ થી ૨૫ સુધી કુલ ૦૩ ભીમરત્ન એવોર્ડ આપવામાં આવેલ.
સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ ચેરના સંશોધન અધિકારી ડો.રવિ બી. ધાનાણી દ્વારા કરવામાં આવેલ.
સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન ચેર-સેન્ટરના મુલાકાતી અધ્યાપક ડો. વિનેશ એલ. બામણિયા દ્વારા કરવામાં આવેલ.
આ રાષ્ટ્રીય સંગોષ્ઠિને સફળ બનાવવા માટે માનનીય કુલપતિશ્રીના સીધા માર્ગદર્શનમાં ચેર-સેન્ટરના ચેરમેન પ્રો. રાજા એન. કાથડ, સમગ્ર સ્ટાફ, ડો. રવિ ધાનાણી, ડો. કાંતિલાલ કાથડ, ડો. વિનેશ બામણિયા, મિલનભાઈ વઘેરા, રમીલાબેન વાઢેર, ડૉ. પ્રકાશ સાકળિયા, સંસ્કૃત ભવનના છાત્રો અને સ્ટાફ વગેરે કાર્યક્રમને સફળ બનાવવા જેહમત ઉઠાવી હતી.
https://www.facebook.com/share/v/1DV2nuxxSX/
https://www.facebook.com/share/1AokaXoDHA/