તા.૫-૧૧-૨૦૨૫ના રોજ માનનીય કેબિનેટ શિક્ષણ તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમન વાજા સાહેબની ચેર-સેન્ટરના ચેરમેનશ્રી અનેઅધ્યાપકોની માનનીય કેબિનેટ શિક્ષણ તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમન વાજા સાહેબ રૂબરૂ મુલ

તા.૫-૧૧-૨૦૨૫ના રોજ માનનીય કેબિનેટ શિક્ષણ તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમન વાજા સાહેબની ચેર-સેન્ટરના ચેરમેનશ્રી અનેઅધ્યાપકોની માનનીય કેબિનેટ શિક્ષણ તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમન વાજા સાહેબ રૂબરૂ મુલાકાત.

          રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે સ્થાપિત બાબાસાહેબ ડૉ. બી.આર. આંબેડકર ચેર-સેન્ટર દ્વારા આજ રોજ નવ નિયુક્ત માનનીય કેબિનેટ શિક્ષણ તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમન વાજા સાહેબનું હાર્દિક સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું.

          ચેરમેનશ્રી પ્રોફે. રાજાભાઈ એન. કાથડ સાહેબે માનનીય મંત્રીશ્રીને ભારતીય સંવિધાનની પ્રતિ અને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી. આ અવસર પર ચેર-સેન્ટરની સ્થાપનાથી આજદિન સુધીની કાર્યયાત્રાનો વિગતવાર અહેવાલ કુલ 86 પેઈજમાં અર્પણ કરવામાં આવ્યો, જેમાં સેન્ટરના શિક્ષણ, સંશોધન અને સામાજિક જાગૃતિના નોંધપાત્ર કાર્યક્રમોનો સમાવેશ થાય છે.

          ચેરમેનશ્રીએ જણાવ્યું કે ડૉ. આંબેડકર ચેર-સેન્ટર સમાનતા, ન્યાય અને ભાઇચારા જેવા સંવિધાનિક મૂલ્યોને સમાજ સુધી પહોંચાડવા અવિરત પ્રયત્નશીલ છે.

          આ પ્રસંગે માનનીય કુલપતિશ્રીની તરફથી ડૉ. પ્રદ્યુમન વાજા સાહેબને આવનારા રાષ્ટ્રીય સેમિનારમાં ઉદ્દઘાટક અને મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેવા સૌજન્ય આમંત્રણ અપાયું.

https://www.facebook.com/share/p/1ER1xmVw1c/


Published by: Babasaheb Dr. B. R. Ambedkar Chair

05-11-2025