12/207 “ડો. આંબેડકરનું જીવનદર્શન” વિષય પર વિશેષ વ્યાખ્યાન-2026-27

12/207 “ડો. આંબેડકરનું જીવનદર્શન” વિષય પર વિશેષ વ્યાખ્યાન-2026-27

બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર–સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ દ્વારા આયોજિત ડો. આંબેડકર મેમોરીયલ વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત તા. ૦૮.૦૮.૨૦૨૬, શનિવારના રોજ શ્રીમતી એમ.ટી. ધમસાણીયા કોમર્સ અને બી.બી.એ. કોલેજ, રાજકોટ ખાતે “ડો. આંબેડકરનું જીવનદર્શન” વિષય પર વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ચેર–સેન્ટરના સંશોધન અધિકારી ડૉ. રવિ બી. ધાનાણી દ્વારા બી.બી.એ.ના વિદ્યાર્થીઓ સમક્ષ ડૉ. બાબાસાહેબ આંબેડકરના જીવનસંઘર્ષ, શૈક્ષણિક સિદ્ધિઓ, સામાજિક સુધારણાના વિચારો, સમાનતા તથા સામાજિક ન્યાય માટેના તેમના અમૂલ્ય યોગદાન અંગે પ્રેરણાત્મક વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું.

વ્યાખ્યાન દરમિયાન વિદ્યાર્થીઓને ડૉ. આંબેડકરના જીવન અને વિચારધારાને સમજવા સાથે તેમના બંધારણીય મૂલ્યો, સમાનતા, સ્વતંત્રતા, બંધુત્વ અને સામાજિક ન્યાયના સંદેશને જીવનમાં આત્મસાત કરવા પ્રેરણા આપવામાં આવી હતી. સાથે સાથે બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર–સેન્ટર દ્વારા હાથ ધરવામાં આવતી વિવિધ શૈક્ષણિક, સંશોધનાત્મક અને જાગૃતિમૂલક પ્રવૃત્તિઓ અંગે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમ કોલેજના પ્રિન્સિપાલશ્રી ડૉ. રમેશભાઈ ભટાસણાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જેમાં કોલેજના બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહી વ્યાખ્યાનનો લાભ લીધો હતો.

યુવા પેઢીમાં આંબેડકરી વિચારધારાના સંવર્ધન તરફ એક મહત્વપૂર્ણ પગલું

આ વ્યાખ્યાન દ્વારા વિદ્યાર્થીઓમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના જીવનદર્શન અને વિચારો પ્રત્યે જાગૃતિ કેળવવા તેમજ બંધારણીય અને સામાજિક મૂલ્યોને જીવનમાં ઉતારવા માટે પ્રેરણાદાયી વાતાવરણનું નિર્માણ થયું હતું.

https://www.facebook.com/share/p/1CKuikvPAy/


Published by: Babasaheb Dr. B. R. Ambedkar Chair

08-08-2026