બાબાસાહેબ ડૉ. બી.આર.આંબેડકર ચેર - સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ દ્વારા આઠમી તા.૨૦/૧૧/૨૦૨૫ના રોજ અખિલ ગુજરાત ત્રિસ્તરીય વકૃત્વ સ્પર્ધા યોજાઈ ગઈ.


બાબાસાહેબ ડૉ. બી.આર.આંબેડકર ચેર - સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ દ્વારા આઠમી તા.૨૦/૧૧/૨૦૨૫ના રોજ અખિલ ગુજરાત ત્રિસ્તરીય વકૃત્વ સ્પર્ધા યોજાઈ ગઈ.

          ડો. બી.આર.આંબેડકર ચેરસેન્ટર,સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ દ્વારા તા.૨૦ નવેમ્બર યોજવામાં આવી હતી. જેમાં ઉચ્ચ-પ્રાથમિક કક્ષાએ ધો.૬થી૮માં  યુગદ્રષ્ટા ડૉ. આંબેડકર વિષયમાં કુલ ૨૩ વિદ્યાર્થીઓ તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ ધો. ૯ થી ૧૨માં આધુનિક ભારતના નિર્માતા ડૉ. આંબેડકર વિષયમાં કુલ ૪૭ વિદ્યાર્થીઓ અને કોલેજથી પીએચ.ડી. કક્ષાએ ક્રાંતિયાત્રા : મહુથી ચૈત્યભૂમિ વિષયમાં ૩૮ વિદ્યાર્થીઓ એમ કુલ ૧૦૮ વિદ્યાર્થીઓમાંથી આ રાજ્યકક્ષાની ત્રિસ્તરીય સાતમી વકતૃત્વ સ્પર્ધામાં ૮૯ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો; તેમજ આ તમામ પ્રતિભાગીઓને પ્રમાણપત્ર આપવામાં આવેલ.

          આ સ્પર્ધામાં એક થી પાંચ નંબર મેળવનાર કુલ ૧૫માંથી ૫ મુસ્લિમ વિદ્યાર્થીઓએ નંબર પ્રાપ્ત કરેલ જે ખરા અર્થમાં બાબાસાહેબના સામાજિક સમરસતાના વિચારોને ઉજાગર કરે છે.

          આ સ્પર્ધામાં કુલ ૧૫માંથી ૧૩ દીકરીઓએ નંબર પ્રાપ્ત કરેલ જે ડો. આંબેડકરનાં મહિલા સશક્તિકરણનાં વિચારોને વધુ સશક્ત બનાવે છે.

          વકતૃત્વ સ્પર્ધામાં ત્રણેય સ્તરમાં એક થી પાંચ નંબર આપવામાં આવેલ. જે અનુક્રમે રૂ. ૫ હજાર, ૪ હજાર, ૩ હજાર, ૨ હજાર, ૧ હજાર 'ભીમપ્રજ્ઞા પુરસ્કાર' અને 'શિલ્ડ' આપવામાં આવશે.

          કોલેજ કક્ષાએ નિર્ણાયક તરીકે ગુજરાતી સાહિત્ય ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યક્ષ તેમજ ચેર-સેન્ટરના સલાહકાર સમિતિના સભ્યશ્રી પ્રો. દિપકભાઈ પટેલ, શ્રી એમ.વી.એમ. મહિલા કોલેજ, રાજકોટના અંગ્રેજી વિષયના અધ્યાપક ડો. ઈરોસ વાજા, આત્મીય કોલેજના પ્રાધ્યાપક ડૉ. વીનેશ બામણિયા ઉપસ્થિત રહેલ.

          શાળા કક્ષાએ નિર્ણાયક તરીકે હરિવંદના કોલેજના પ્રાધ્યાપક ડૉ. દેવજીભાઈ સાંખટ, સતાપર પ્રાથમિક શાળાના શિક્ષક જેન્તીલાલ એમ. ચૌહાણ તથા મોંઘીબા હાઈસ્કૂલ, ગોંડલના શિક્ષક શ્રી એલ. કે. જાદવ ઉપસ્થિત રહેલ.

          કાર્યક્રમને સફળ બનાવમાં ચેર-સેન્ટરના ચેરમેનશ્રી પ્રો. આર. એન. કાથડ સરના માર્ગદર્શન હેઠળ, ડો. રવિ ધાનાણી, સંશોધન અધિકારી, મુલાકાતી પ્રાધ્યાપક ડો. કાંતિભાઈ કાથડ, ડો. મુકેશભાઈ ચૌહાણ તેમજ મિલનભાઈ વઘેરાએ જહેમત ઉઠાવેલ.

          સ્પર્ધામાં ભાગ લેનાર અને વિજેતા વિદ્યાર્થીઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી, કુલસચિવશ્રી, દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી.

https://www.facebook.com/share/v/1FAGVHjZXh/


Published by: Babasaheb Dr. B. R. Ambedkar Chair

20-11-2025