17/8 તા. ૨૩/૧૨/૨૦૨૫, મંગળવારના રોજ અર્પિત પી.ટી.સી.કોલેજ, રાજકોટના વિદ્યાર્થીઓની મુલાકાત.
આજરોજ તા. ૨૩/૧૨/૨૦૨૫, મંગળવારના રોજ બાબાસાહેબ ડો. બી. આર. આંબેડકર ચેર-સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુલાકાતે અર્પિત કોલેજના પી.ટી.સી.ના વિદ્યાર્થીઓ આવેલા. આ પ્રસંગે ચેર-સેન્ટરના ચેરમેનશ્રી પ્રો. આર. એન. કાથડ સાહેબ દ્વારા બાબાસાહેબ ડૉ. આંબેડકરના જીવન કવન વિશે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવેલ તેમજ સંશોધન અધિકારી ડૉ. રવિ ધાનાણીએ ચેર-સેન્ટર વિશે વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમમાં ચેર-સેન્ટરના ચેરમેનશ્રી, સંશોધન અધિકારી, અર્પિત પીટીસી કોલેજના વાઘેલા સાહેબ, સ્ટાફ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ.
https://www.facebook.com/share/p/19kpSX13wr