195-2025 (01) ડૉ. બી. આર. આંબેડકર મેમોરિયલ વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત “ભારતીય સંવિધાન જ્ઞાન શ્રેણી”

ડૉ. બી. આર. આંબેડકર મેમોરિયલ વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત ભારતીય સંવિધાન જ્ઞાન શ્રેણી

   (Indian Constitution Knowledge Series – 2026)

બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર-સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ દ્વારા ડૉ. બી. આર. આંબેડકર મેમોરિયલ વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત તા. ૧૦ એપ્રિલથી ૧૯ એપ્રિલ, ૨૦૨૬ દરમિયાન "ભારતીય સંવિધાન જ્ઞાન શ્રેણી ૨૦૨૬" નામની ૧૦ દિવસીય ઓનલાઈન વ્યાખ્યાનમાળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ વ્યાખ્યાનમાળાનો મુખ્ય હેતુ ભારતીય સંવિધાનના મૂળભૂત સિદ્ધાંતો, લોકશાહી મૂલ્યો, નાગરિક અધિકારો અને બંધારણીય જાગૃતિનો વ્યાપક પ્રસાર કરવાનો હતો. સમગ્ર શ્રેણીમાં ભારતીય સંવિધાનના આમુખથી લઈને અનુચ્છેદ ૩૬૮ (બંધારણ સુધારાની પ્રક્રિયા) સુધીના વિવિધ વિષયોનું સરળ અને ગહન માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વ્યાખ્યાનમાળાના મુખ્ય વક્તા તરીકે ગુજરાત હાઈકોર્ટના સુપ્રસિદ્ધ એડવોકેટ અને બંધારણના નિષ્ણાત ડૉ. દેવજી કે. સાંખટ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓ, સંશોધકો, અધ્યાપકો અને નાગરિકોને બંધારણીય જ્ઞાનને સરળ ભાષામાં સમજાવ્યું હતું.

આ સમગ્ર વ્યાખ્યાનમાળાનું પ્રસારણ Google Meet, YouTube Live તથા Facebook Live દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર શ્રેણી દરમિયાન ૭૦૦થી વધુ શ્રોતાઓએ ઓનલાઈન જોડાઈને કાર્યક્રમનો લાભ લીધો હતો.

 

કાર્યક્રમની મુખ્ય વિશેષતાઓ
  • આયોજક: બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર-સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ
  • વ્યાખ્યાન શ્રેણી: ભારતીય સંવિધાન જ્ઞાન શ્રેણી ૨૦૨૬
  • વ્યાખ્યાતા: ડૉ. દેવજી કે. સાંખટ
  • સમયગાળો: ૧૦ એપ્રિલથી ૧૯ એપ્રિલ, ૨૦૨૬
  • સમય: દરરોજ સાંજે ૮:૦૦ થી ૯:૦૦
  • માધ્યમ: Google Meet, YouTube Live અને Facebook Live
  • કુલ ઉપસ્થિતિ: ૭૦૦થી વધુ ઓનલાઈન શ્રોતાઓ
દિવસવાર કાર્યક્રમ અને લિંક્સ
દિવસ ૧ (૧૦/૦૪/૨૦૨૬)

વિષય: આમુખ, સંવિધાનનો ઇતિહાસ અને સંઘ-રાજ્યક્ષેત્ર

કુલ ઉપસ્થિતિ: ૧૨૯

Facebook Live: https://www.facebook.com/share/1G1EiRxaPy/

YouTube Live: https://www.youtube.com/live/k2XeqKZaAEE?si=kUtcwQ9_NL_jr8W6


દિવસ ૨ (૧૧/૦૪/૨૦૨૬)

વિષય: નાગરિકતા અને મૂળભૂત અધિકારો ભાગ ૧

કુલ ઉપસ્થિતિ: ૭૦

Facebook Live : https://www.facebook.com/share/v/1NnncZTxYJ/

YouTube Live:  https://www.youtube.com/live/SOB2CGUNQvg?si=PTE5DufhnyEmUfI2

https://www.youtube.com/live/EA2hClJv-6k?si=O2xFWNM7fYzcUbr7

 


દિવસ ૩ (૧૨/૦૪/૨૦૨૬)

વિષય: મૂળભૂત અધિકારો ભાગ ૨

કુલ ઉપસ્થિતિ: ૫૬

Facebook Live: https://www.facebook.com/share/v/1CXfPZ67X2/

YouTube: https://www.youtube.com/watch?v=SOB2CGUNQvg


દિવસ ૪ (૧૩/૦૪/૨૦૨૬)

વિષય: મૂળભૂત અધિકારો (ભાગ૨) અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો

કુલ ઉપસ્થિતિ: ૭૨

Facebook Live: https://www.facebook.com/share/v/18WxmNzmKw/

YouTube Live:   https://www.youtube.com/live/Ameb9TvBsQ0?si=ZqRiAdNEHdYYBPrO

https://www.youtube.com/watch?v=Ameb9TvBsQ0


દિવસ ૫ (૧૪/૦૪/૨૦૨૬)

વિષય: કેન્દ્રીય કારોબારી રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી

કુલ ઉપસ્થિતિ: ૧૦૧

Facebook Live: https://www.facebook.com/share/v/17dytu9dKK/

YouTube Live: https://www.youtube.com/live/ZvGbLdfKeSQ?si=In6ZxYJf7SiXTMvV


દિવસ ૬ (૧૫/૦૪/૨૦૨૬)

વિષય: ભારતીય સંસદ લોકસભા અને રાજ્યસભા

કુલ ઉપસ્થિતિ: ૪૭

Facebook Live: https://www.facebook.com/share/v/1G4ZyrxW1c/

YouTube Live: https://www.youtube.com/live/a2y4PpOqgBw?si=akZS8gg4-QpOiUuJ


દિવસ ૭ (૧૬/૦૪/૨૦૨૬)

વિષય: ન્યાયતંત્ર સર્વોચ્ચ અદાલત અને વડી અદાલત

કુલ ઉપસ્થિતિ: ૫૪

Facebook Live: https://www.facebook.com/share/v/1BdGqdDWtz/

YouTube Live: https://www.youtube.com/live/d4yr-EL0Tf4?si=W3IKQ22dsvEzvW7Y


દિવસ ૮ (૧૭/૦૪/૨૦૨૬)

વિષય: રાજ્ય કારોબારી અને વિધાનમંડળ

કુલ ઉપસ્થિતિ: ૪૯

Facebook Event: https://m.facebook.com/events/1287445179998899/?mibextid=Nif5oz

YouTube Live: https://www.youtube.com/live/NTiZxH0XJKc?si=E_e2V3q19xoS_g7G


દિવસ ૯ (૧૮/૦૪/૨૦૨૬)

વિષય: પંચાયતી રાજ, નગરપાલિકા અને કેન્દ્ર-રાજ્ય સંબંધ

કુલ ઉપસ્થિતિ: ૪૪

Facebook Live: https://www.facebook.com/share/v/1FvgehgVDR/

YouTube Live: https://www.youtube.com/live/SURPphL4Gl8?si=BSwdYi5cpqHISdjx


દિવસ ૧૦ (૧૯/૦૪/૨૦૨૬) સમાપન સત્ર

વિષય: બંધારણીય સંસ્થાઓ, કટોકટી અને સુધારા પ્રક્રિયા

કુલ ઉપસ્થિતિ: ૮૦

Facebook Live: https://www.facebook.com/share/1E1GZnE1pv/

YouTube Live: https://www.youtube.com/live/YezWyrXCvUs?si=sHjsK-2kb8FkFxpM

કાર્યક્રમની મુખ્ય સિદ્ધિઓ
  • બંધારણીય જાગૃતિ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો અનોખો પ્રયાસ.
  • ૧૦ દિવસ સુધી સતત ઓનલાઈન વ્યાખ્યાનમાળાનું સફળ આયોજન.
  • ગુજરાતભરના વિદ્યાર્થીઓ, સંશોધકો, અધ્યાપકો, વકીલો અને નાગરિકોની ઉત્સાહપૂર્ણ ભાગીદારી.
  • Google Meet, YouTube Live અને Facebook Live દ્વારા વ્યાપક પહોંચ.
  • ૭૦૦થી વધુ ઓનલાઈન શ્રોતાઓએ વ્યાખ્યાનનો લાભ લીધો.
  • પ્રશ્નોત્તરી સત્ર દ્વારા શ્રોતાઓની સક્રિય ભાગીદારી અને શંકા નિવારણ.
  • બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકરના બંધારણીય વિચારોના વ્યાપક પ્રસાર તરફ મહત્વપૂર્ણ પહેલ.

માનનીય મહાનુભાવોના અભિપ્રાયો

"સંવિધાનનું જ્ઞાન એ જ સાચી લોકશાહીની શક્તિ છે. યુનિવર્સિટી આવા બૌદ્ધિક કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે." પ્રો. ઉત્પલ એસ. જોશી, માનનીય કુલપતિશ્રી

"આ ૧૦ દિવસીય જ્ઞાનયજ્ઞ દ્વારા યુનિવર્સિટીએ બાબાસાહેબના વિચારોને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પી છે." ડૉ. અજયસિંહ કે. જાડેજા, માનનીય કુલસચિવશ્રી

"શ્રોતાઓનો આ ઉત્સાહ દર્શાવે છે કે આજના સમયમાં પણ બંધારણીય મૂલ્યો પ્રત્યે લોકોમાં ભારે જિજ્ઞાસા છે." પ્રો. રાજા એન. કાથડ, ચેરમેન, બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર-સેન્ટર

"સંવિધાન એ માત્ર વકીલોનો દસ્તાવેજ નથી; તે જીવનનું એક વાહન છે અને તેનો આત્મા હંમેશા યુગનો આત્મા હોય છે." ભારતરત્ન ડૉ. બી. આર. આંબેડકર


આભાર

            આ સમગ્ર વ્યાખ્યાન શ્રેણીના સફળ આયોજન માટે માનનીય કુલપતિશ્રી પ્રો. ઉત્પલ એસ. જોશીના માર્ગદર્શન તેમજ ચેરમેન પ્રો. રાજા એન. કાથડના નેતૃત્વ હેઠળ ડો. રવિ બી. ધાનાણી (સંશોધન અધિકારી)ડો. વીનેશ બામણિયા (મુલાકાતી અધ્યાપક) અને શ્રી મિલન વઘેરા દ્વારા નોંધપાત્ર આયોજન, સંકલન અને ટેક્નિકલ કામગીરી કરવામાં આવી હતી, જેના પરિણામે આ વ્યાખ્યાનમાળા સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.


Published by: Babasaheb Dr. B. R. Ambedkar Chair

10-04-2026