“હમારા સંવિધાન, હમારા સ્વાભિમાન” વિષયક ઓનલાઈન વ્યાખ્યાન અને બાબાસાહેબ ડૉ. બી.આર.આંબેડકર ચેર-સેન્ટર દ્વારા રાષ્ટ્રીય સંવિધાન દિવસની ઉજવણી અંતર્ગત ત્રિવિધ કાર્યક્રમનું આયોજન.
બંધારણ એ પવિત્ર ગ્રંથ છે. - માનનીય કુલપતિશ્રી
યુવા પેઢીએ બંધારણીય મૂલ્યો પ્રત્યે જાગૃતિ વધારવાના અભિગમ પર ભાર મૂકવો જોઈએ. -શ્રી શૈલેષભાઈ પરમાર, વક્તાશ્રી
આજરોજ તા. ૨૬/૧૧/૨૦૨૫ના રોજ ભારતીય સંવિધાન દિવસની ઉજવણી નિમિત્તે બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર – સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ દ્વારા “હમારા સંવિધાન – હમારા સ્વાભિમાન” વિષય પર ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.
સર્વપ્રથમ ચેર - સેન્ટરના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ દ્વારા આમુખનું વાંચન કરવામાં આવેલ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્થિત તમામ ભવનો અને ચેરને બંધારણ આમુખ તેમજ ભારતીય બંધારણનો સંક્ષિપ્ત પરિચય મોકલવામાં આવેલ.
ચેર-સેન્ટર દ્વારા ઓનલાઈન સંવિધાન ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિવિધ કોલેજો અને યુનિવર્સિટીઓના કુલ ૩૬૭ વિદ્યાર્થીઓ, સંશોધકો અને સામાન્ય નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. ભાગ લેનાર તમામે ભારતના સંવિધાન, મૂળભૂત અધિકારો, ફરજો, રચનાકાર સભ્યો, તથા લોકશાહી મૂલ્યો અંગે પોતાના જ્ઞાનનું પ્રદર્શન કર્યું. ક્વિઝ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ પ્રતિભાગીઓને ચેર-સેન્ટર દ્વારા ઓનલાઈન સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા.
ભારતીય સંવિધાન દિવસની ઉજવણીનો બીજો મહત્વનો પ્રસંગ “હમારા સંવિધાન, હમારા સ્વાભિમાન” વિષયક ઓનલાઈન વ્યાખ્યાનનો હતો. આ ઓનલાઈન વ્યાખ્યાનના અધ્યક્ષ તરીકે સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલયના કુલપતિશ્રી પ્રો. ઉત્પલ ભાઈ જોશી વિશેષ ઉપસ્થિત રહેલ. વ્યાખ્યાનના નિષ્ણાત વક્તા તરીકે શ્રી શૈલેષભાઈ પરમાર, અમરેલી જીલ્લા પંચાયતના ભૂતપૂર્વ ચેરમેન, અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેન્કના કેશલેશના એમ્બેસેડર તેમજ સદસ્ય પ્રદેશ મીડિયા વિભાગ "શ્રી કમલમ", ગાંધીનગર ઉપસ્થિત રહેલ. શ્રી શૈલેષભાઈ પરમારે તેમના વક્તવ્યમાં સંવિધાનની રચના, ડૉ. આંબેડકરની ભૂમિકા, સંવિધાનના લોકશાહી મૂલ્યો અને આજના સમયમાં તેની અગત્યતા પર વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. ખાસ કરીને યુવા પેઢીમાં બંધારણીય મૂલ્યો પ્રત્યે જાગૃતિ વધારવાના અભિગમ પર ભાર મૂકવામાં આવ્યો.
અધ્યક્ષીય ઉદબોધનમાં કુલપતિશ્રી એ જણાવ્યું કે ભરતીય સંવિધાન એ ડો. આંબેડકરજીની દેન છે અને સંવિધાન એ પવિત્ર ગ્રંથ છે. ડો. આંબેડકર ચેર દ્વારા આ પ્રકારના કાર્યક્રમો વધુ ને વધુ કરવામાં આવે તે અંગે પણ સૂચન માનનીય કુલપતિશ્રી દ્વારા કરવામાં આવેલ.
આ સમગ્ર કાર્યક્રમ બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર–સેન્ટરના ચેરમેનશ્રી પ્રો. રાજાભાઈ એન. કાથડના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થયો. કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન ચેર-સેન્ટરના સંશોધ અધિકારી ડૉ. રવિ બી. ધાનાણી દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમના અંતે તમામ શ્રોતાઓનો આભાર વ્યક્ત કરી સંવિધાનના મૂલ્યોને રોજિંદી જીવનમાં ઉતારવાનો સંદેશ આપવામાં આવ્યો.
https://www.youtube.com/live/yzRX0SxZd4g?si=4xt3dQiCxFRIPgPf
https://www.facebook.com/share/v/17nacXWZM3/
https://youtu.be/249I5euHJds?si=AHKvUYa59-WgZLnC