શ્રીમતી કે. એસ.એન.કણસાગરા મહિલા કોલેજ, રાજકોટ તા. ૨૦/૦૭/૨૦૨૩
બાબાસાહેબ ડૉ. બી.આર. આંબેડકર ચેર-સેન્ટરની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજ તથા ભવનોની ચેર-સેન્ટરની વિદ્યાર્થીઓ, સંશોધન કર્તા તેમજ અધ્યાપકોની રૂબરૂ મુલાકાત.
સંસ્થા : શ્રીમતી કે. એસ.એન.કણસાગરા મહિલા કોલેજ, રાજકોટ
તારીખ : ૨૦/૦૭/૨૦૨૩
સ્થળ :  બાબાસાહેબ ડૉ. બી.આર. આંબેડકર ચેર-સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ
            આજ રોજ કે.એસ.એન કણસાગરા મહિલા કોલેજની બી.એસ.ડબલ્યુ., એમ.એસ.ડબલ્યુ., તથા એમ.એ.(સમાજશાસ્ત્ર) ની ૭૦ થી પણ વધુ વિધાર્થીનીઓ તથા સ્ટાફ બાબાસાહેબ ડો. બી.આર.આંબેડકર ચેર સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુલાકાતે આવેલા. આ તકે ચેર સેન્ટરના ચેરમેનશ્રી પ્રો. (ડો.) આર. એન. કાથડ સાહેબ દ્વારા ચેર સેન્ટરની કામગીરી તથા બાબાસાહેબ ડો.  બી.આર.આંબેડકર વિશે માહિતી આપવામાં આવેલ. ચેર સેન્ટરના સંશોધન અધિકારી ડો. રવિ ધાનાણી દ્વારા સમાજકાર્ય અને બાબાસાહેબ ડો. બી.આર.આંબેડકરના વિચારો વચ્ચેની સુસંગતતા વિશે માહિતી આપવામાં આવી. કાર્યક્રમને સફળ બનાવવા ચેર સેન્ટરના પ્રો. કાંતિભાઈ કાથડ તેમજ ડો. મુકેશભાઈ ચૌહાણે જહેમત ઉઠાવેલ.