તા. ૧૨/૧૨/૨૦૨૪ના રોજ આઠમી "પુસ્તક પ્રકાશન આર્થિક અનુદાન યોજના ૨૦૪-૨૫" 
બાબાસાહેબ ડો. બી. આર. આંબેડકર ચેર - સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ દ્વારા આજરોજ તા. ૧૨/૧૨/૨૦૨૪ ના રોજ ડો. આંબેડકર પુસ્તક પ્રકાશન આર્થિક અનુદાન યોજના ૨૦૪-૨૫ અંતર્ગત પસંદગી સમિતિના સભ્યશ્રીઓ દ્વારા ત્રણ (૦૩) લેખકોની આ યોજનામાં પસંદગી કરવામાં આવેલ છે. પસંદ થયેલ લેખકોને રૂ. ૨૦૦૦૦/- એમ કુલ ૦૩ વિદ્વાન પ્રોફેસર અને લેખકોને રૂ. ૬૦૦૦૦/- ચેર - સેન્ટર તરફથી આર્થિક અનુદાન આપવામાં આવશે. 
આ યોજનામાં પસંદ થયેલ લેખકો
૧)        પ્રોફે. બલવંત આગજા, પ્રોફેસર, અનુસ્નાતક રાજ્યશાસ્ત્ર વિભાગ,  સરદાર પટેલ યુનિવર્સિટી, આણંદ
          વિષય: "કાંતદ્રષ્ટા ડો. આંબેડકર: રાજનૈતિક વિચાર દર્શન"
૨)        ડૉ. શૈલેષ બ્રહ્મભટ્ટ, આસિસ્ટન્ટ પ્રોફેસર,સમાજ કાર્ય વિભાગ, ચિલ્ડ્રન યુનિવર્સિટી, ગાંધીનગર,
            વિષય: "સમાજકાર્યમાં ડૉ. બી. આર. આંબેડકરનું યોગદાન"
૩)        ડૉ. મનોજ માંહ્યવંશી, આસિસ્ટન્ટ પ્રોફેસર, ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ સરકારી કોલેજ, સિલવાસ
            વિષય: "આંબેડકર પ્રભાવી સાહિત્ય વિમર્શ"
પસંદગી સમિતિમાં ઉપસ્થિત સભ્યશ્રીઓ
૧)        શ્રી હમીરભાઈ ચાવડા, નિવૃત અધિકારી, રાજકોટ નાગરિક સહકારી બેન્ક. અને વિવિધ સામાજિક,સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય પ્રવૃત્તિ ઓમાં અગ્રણી ભૂમિકા 
૨)        પ્રોફે. બી.કે.કલાસવા, અધ્યક્ષશ્રી, હિન્દી અનુસ્નાતક ભવન અને સભ્યશ્રી, ચેર-સેન્ટરની સલાહકાર સમિતિ
૩)        ડૉ. શ્રદ્ધાબહેન બારોટ, એસોસીએટ પ્રોફેસર, શિક્ષણશાસ્ત્ર અનુસ્નાતક ભવન અને સભ્યશ્રી, ચેર-સેન્ટરની સલાહકાર સમિતિ.
          https://www.facebook.com/share/p/1Hkt87K3CT/