બ્રેસ્ટ તથા સર્વાઇકલ કેન્સર અંગે જાગૃતિ સેમિનાર

ફિટ્નેસ એન્ડ ફ્રેશનેસ સેંન્ટર ફોર વિમેંન્સ.

                                 

ભારતમાં દરરોજ અંદાજે ૧૧૩૦ થી વધારે મહિલાઓ વિવિધ પ્રકારના કેન્સરના કારણે પોતાનો જીવ ગુમાંવે છે આ સંજોગોમાં જાગૃતિ થી જ સાવધાની અને બચાવ શક્ય છે. ઓક્ટોબર માસ  Breast Cancer Awareness Month તરીકે ઉજવાઈ રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્ર કેન્સર એન્ડ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ રાજકોટ અને ફિટનેસ એન્ડ ફ્રેશનેસ સેન્ટરના સયુંકત ઉપક્રમે બ્રેસ્ટ તથા સર્વાઇકલ કેન્સર અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના નોન ટીચિંગ કર્મચારી બહેનો માટે એક જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

હોમસાયન્સ  ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે યોજાયેલ આ સેમિનારમાં નિષ્ણાત કેન્સર તબીબો દ્વારા બ્રેસ્ટ અને સર્વાઇકલ કેન્સર અંગેના જોખમકારક પરિબળો, લક્ષણો, વહેલું નિદાન, સ્ક્રીનિંગ અને સારવાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.

આ પ્રસંગે ઉપસ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી ઉત્પલ જોષી સાહેબે પ્રસંગિક ઉદબોધન કર્યું હતું.

ત્યારબાદ ઉપસ્થિત બંને કેન્સર નિષ્ણાંત ડોક્ટરોએ વિગતે બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર વિશે માહિતી આપી હતી, નિષ્ણાંત ડોક્ટરોએ આપેલ વક્તવ્ય બાદ ઉપસ્થિત બહેનોએ પોતાને મુંઝવતાપ્રશ્નો બાબતે  પ્રશ્નોત્તરી કરી હતી. કાર્યક્રમમાં 80 થી પણ વધારે બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા ફિટનેસ એન્ડ ફ્રેશનેટ સેન્ટરના કોર્ડીનેટર શ્રીમત ડોક્ટર આરતીબેન ઓઝા અને તેની સમગ્ર ટીમને જહેમત ઉઠાવી હતી.


Published by: Fitness and Freshness Centre for Women

09-10-2026