હાડકાની ઘનતા નિદાન કેમ્પ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્થિત આરોગ્ય કેન્દ્ર અને ડૉ. ચિરાગ પરસાણાની ઓર્થોપેડિક હોસ્પિટલ ના સંયુક્ત ઉપક્રમે યુનિવર્સિટીના કર્મચારીઓ માટે એક વિશેષ હાડકાની ઘનતા તપાસ (BMD) કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ તા.૧૩/૦૩/૨૦૨૬ ને શુક્રવારના રોજ સવારે ૦૮:૦૦ થી બપોરે ૦૧:૦૦ વાગ્યા સુધી યુનિવર્સિટી કેમ્પસના આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયો હતો.

આ નિદાન કેમ્પમાં ૪૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા યુનિવર્સિટીના વિવિધ ભવનોના અધ્યક્ષશ્રીઓ, શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કેમ્પના નિયમ અનુસાર, અગાઉથી તા. ૧૧ અને ૧૨ માર્ચ-૨૦૨૬ દરમિયાન આરોગ્ય કેન્દ્ર ખાતેથી "વહેલા તે પહેલાંના ધોરણે" કુલ ૧૧૫ દર્દીઓને ટોકન નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ નિયત કરવામાં આવેલી ૧૧૫ દર્દીઓની મર્યાદિત સંખ્યામાં તમામ હાજર રહેલા કર્મચારીઓની હાડકાની ઘનતાની સચોટ તપાસ કરવામાં આવી હતી અને ઓર્થોપેડિક નિષ્ણાતો દ્વારા જરૂરી તબીબી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના કર્મચારીઓના સ્વાસ્થ્ય સુખાકારી માટેનો આ કેમ્પ ખૂબ જ સફળ રહ્યો હતો


Published by: Health Center

13-03-2026