આંખ નિદાન કેમ્પ


સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્થિત આરોગ્ય કેન્દ્ર અને ડૉ. ઐશ્વર્યા રાઠોડની આંખની હોસ્પિટલ ના સંયુક્ત ઉપક્રમે યુનિવર્સિટીના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓ માટે એક વિશેષ આંખ નિદાન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. , આ કેમ્પ બે અલગ-અલગ દિવસોમાં યોજાયો હતો:

પ્રથમ દિવસ: તા. ૧૬/૦૨/૨૦૨૬, સોમવારના રોજ સવારે ૦૯:૦૦ થી બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી (૧૦૦ દર્દીઓની સંખ્યામાં)બીજો દિવસ: તા. ૨૦/૦૨/૨૦૨૬, શુક્રવારના રોજ સવારે ૦૯:૦૦ થી બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી (૧૦૦ દર્દીઓની સંખ્યામાં)આ કેમ્પ યુનિવર્સિટી કેમ્પસના આરોગ્ય કેન્દ્ર ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં આંખ ચેક કરાવવાની જરૂરિયાત ધરાવતા વિવિધ વિભાગોના વડાઓ, ભવનોના અધ્યક્ષશ્રીઓ તેમજ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓએ ભાગ લીધો હતો.

બંને દિવસોના થઈને કુલ ૨૦૦ દર્દીઓની મર્યાદિત સંખ્યા માટે ટોકનની વ્યવસ્થા રાખવામાં આવી હતી. આ ટોકનનું વિતરણ અગાઉથી તા. ૧૨ અને ૧૩ ફેબ્રુઆરી-૨૦૨૬ દરમિયાન "વહેલા તે પહેલાંના ધોરણે" સવારે ૦૯:૦૦ થી ૧૧:૦૦ અને બપોરે ૦૪:૦૦ થી ૦૬:૦૦ વાગ્યા સુધી આરોગ્ય કેન્દ્ર ખાતેથી કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન ડૉ. ઐશ્વર્યા રાઠોડની ટીમ દ્વારા તમામ હાજર રહેલા ૨૦૦ કર્મચારીઓની આંખોની સચોટ તપાસ કરવામાં આવી હતી અને જરૂરી તબીબી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. યુનિવર્સિટી પરિવારના સ્વાસ્થ્યની સુખાકારી માટેનો આ કેમ્પ ખૂબ જ સફળ રહ્યો હતો.


Published by: Health Center

16-02-2026