‘આપણો ઘડીક સંગ’ પ્રવેશોત્સવ યોજાયો
તા.૦૬/૦૮/૨૦૨૪ના રોજ ગુજરાતી ભાષા-સાહિત્ય ભવનના ડોલરરાય માંકડ સભાગૃહમાં ‘આપણો ઘડીક સંગ’ શીર્ષક અન્વયે એમ.એ.સત્ર-૩ના વિદ્યાર્થીઓ દ્વારા એમ.એ.સત્ર-૧માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ માટે પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેનો આરંભ સરસ્વતી વંદના દ્વારા કરવામાં આવ્યો હતો. શરુઆતમાં વિદ્યાર્થીઓને ભવનના પ્રોફેસરોએ આશીર્વચન આપ્યા બાદ વિદ્યાર્થીઓ દ્વારા કાવ્યપઠન,ગીતગાયન, નૃત્ય,નાટક, ગરબા વગેરે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.