બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર-સેન્ટરની નવમી સલાહકાર સમિતિની બેઠક સફળતાપૂર્વક યોજાઈ

બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર-સેન્ટરની નવમી સલાહકાર સમિતિની બેઠક સફળતાપૂર્વક યોજાઈ
તારીખ  : 16 એપ્રિલ, 2026
સ્થળ :  યુનિવર્સિટી સભાખંડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ

બેઠકનો સંક્ષિપ્ત પરિચય

          બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર-સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ દ્વારા ચેર-સેન્ટરની નવમી સલાહકાર સમિતિની બેઠક તા. 16 એપ્રિલ, 2026ના રોજ માનનીય કુલપતિશ્રી પ્રોફે. ઉત્પલ જોશીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.

          બેઠકમાં કુલસચિવશ્રી ડૉ. અજયસિંહ જાડેજા, ચેર-સેન્ટરના ચેરમેનશ્રી પ્રો. આર. એન. કાથડ, ચીફ એકાઉન્ટ ઓફિસર શ્રી વી. સી. ગઢવી, સલાહકાર સમિતિના સભ્યો તેમજ યુનિવર્સિટીના વિવિધ ભવનોના અધ્યક્ષશ્રીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

          ચેર-સેન્ટરના સંશોધન અધિકારી ડૉ. રવિ બી. ધાનાણી દ્વારા સર્વે મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવનિયુક્ત કુલસચિવશ્રી ડૉ. અજયસિંહ જાડેજાનું સન્માન પણ કરવામાં આવ્યું.

બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો

•          વર્ષ 2025-26ની કામગીરી અને ખર્ચના અહેવાલને સમિતિ દ્વારા બહાલી આપવામાં આવી.

•          નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન હાથ ધરાનાર તમામ કાર્યક્રમોને સૈદ્ધાંતિક મંજૂરી   આપવામાં આવી.

•          ડૉ. બાબાસાહેબ આંબેડકર વિષયક હાલમાં ચાલતા બે પ્રમાણપત્ર અભ્યાસક્રમો ઉપરાંત નવા સર્ટિફિકેટ, ડિપ્લોમા તથા અન્ય અભ્યાસક્રમો શરૂ કરવાની દિશામાં કામગીરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

•          ડૉ. બાબાસાહેબ આંબેડકરના જીવન, કાર્ય અને વિચારોને જનજન સુધી પહોંચાડવા માટે  પોડકાસ્ટ શ્રેણી શરૂ કરવાની યોજના બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો.

•          "ભીમરત્ન એવોર્ડ"ની સન્માનનિધિ રૂ. 25,000માંથી વધારી રૂ. 51,000 કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

•          ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વચ્ચે  ચેર-સેન્ટરની માર્ગદર્શિકા (Guidelines) સંબંધિત સમજૂતી કરાર (MoU) કરવાની              મંજૂરી આપવામાં આવી.

•          ચેર-સેન્ટરની વિવિધ પ્રવૃત્તિઓના વિસ્તરણ માટે રાજ્ય સરકાર સમક્ષ વધારાની ગ્રાન્ટ મેળવવા દરખાસ્ત રજૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

માનનીય કુલપતિશ્રીના માર્ગદર્શન

          માનનીય કુલપતિશ્રી પ્રોફે. ઉત્પલ જોશીએ ચેર-સેન્ટરની શૈક્ષણિક અને સંશોધનાત્મક પ્રવૃત્તિઓને વધુ વ્યાપક બનાવવાના હેતુથી નવા અભ્યાસક્રમો શરૂ કરવા, ડિજિટલ માધ્યમોનો વધુ ઉપયોગ કરવા તેમજ યુવા પેઢી સુધી ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારોને અસરકારક રીતે પહોંચાડવા માટે વિશેષ માર્ગદર્શન આપ્યું.

ચેર-સેન્ટરની પ્રતિબદ્ધતા

          ચેર-સેન્ટર આગામી સમયમાં સંશોધન, શિક્ષણ, પ્રકાશન, તાલીમ, સામાજિક જાગૃતિ અને ડિજિટલ પહેલ દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારોના પ્રસાર-પ્રચારને વધુ ગતિ આપશે અને સમાજલક્ષી પ્રવૃત્તિઓને વધુ અસરકારક રીતે અમલમાં મૂકશે.

https://www.facebook.com/share/p/1E21ab1kGJ/


Published by: Babasaheb Dr. B. R. Ambedkar Chair

16-04-2026