Gender Sensitization Nutrition & POSH Awareness Program for Faculty & Staff

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે Safe, Healthy and Inclusive Spaces – Gender Sensitization, Nutrition & POSH Awareness”(સેતુ ) વિષયક રાજ્યસ્તરીય સેમિનાર સફળતાપૂર્વક યોજાયો

સમાજકાર્ય ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ તથા Gender Resource Centre, મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે Safe, Healthy and Inclusive Spaces – Gender Sensitization, Nutrition & POSH Awareness” વિષયક સેમિનાર યુનિવર્સિટીના આર્ટ ગેલેરી હોલ ખાતે ભવ્ય રીતે યોજાયો હતો. સેમિનાર ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરીના સંકલનમાં આયોજિત કરવામાં આવ્યો હતો.

મહિલાઓને કાર્યસ્થળે સુરક્ષિત, સ્વસ્થ અને સમાનતાપૂર્ણ વાતાવરણ અંગે જાગૃત કરવાનો હતો. POSH Act હેઠળની જોગવાઈઓ, આંતરિક ફરિયાદ સમિતિ (ICC) ની રચના અને ફરિયાદ પ્રક્રિયા અંગે કાનૂની સમજણ આપવામાં આવી. સાથે સાથે મહિલાઓના પોષણ, શારીરિક અને માનસિક આરોગ્ય, સંતુલિત આહાર, જીવનશૈલી સુધારણા તથા બંધારણીય અને કાનૂની હક્કો અંગે વિસ્તૃત માર્ગદર્શન પ્રદાન કરવામાં આવ્યું. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતા, ગૌરવ અને સુરક્ષા આધારિત સંસ્કૃતિ વિકસે તે દિશામાં આ કાર્યક્રમ મહત્વપૂર્ણ સાબિત થયો.

સેમિનારના અધ્યક્ષશ્રી તરીકે પ્રોફે. (ડૉ.) ઉત્પલભાઈ જોશીસાહેબ, કુલપતિશ્રી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઉપસ્થિત રહ્યા હતા. પોતાના વક્તવ્યમાં તેમણે જણાવ્યું કે Gender Sensitization માત્ર કાયદાકીય ફરજ નથી, પરંતુ શિક્ષણ ક્ષેત્રની નૈતિક અને સામાજિક જવાબદારી છે. મહિલાઓ અને બાળકોની સુરક્ષા, સમાનતા અને ગૌરવ જાળવવું દરેક સંસ્થાનું કર્તવ્ય છે.

ડૉ. સંજીવભાઈ ઓઝા સાહેબે (પૂર્વ કુલપતિ, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી) લિંગ આધારિત હિંસા, સામાજિક અસમાનતા અને સંવેદનશીલતા અંગે માર્ગદર્શન આપ્યું, શ્રી એચ.ડી.જોટાણીયાસરે (લીગલ સર્વિસ ઓથોરિટી જજ) POSH Act, ICC અને કાનૂની કાર્યવાહી પ્રક્રિયા અંગે વિસ્તૃત સમજણ આપી, ડૉ.કપિલ રાઠોડ સરે (MD) મહિલા ઓના શારીરિક-માનસિક આરોગ્ય, નિયમિત ચકાસણી અને સ્વસ્થ જીવનશૈલી પર ભાર મૂક્યો, તેમજ ડૉ.ચાર્મીબેન દવે દ્વારા સંતુલિત આહાર, પોષણ અભાવ અને જરૂરી પોષક તત્વોની માહિતી આપવામાં આવી, અને  શ્રી નમ્રતાબેન  ભદોરીયા (કાયદા અધિકારી, Rajkot Central Jail) મહિલાઓના બંધારણીય અને કાનૂની હક્કો અંગે માર્ગદર્શન આપ્યું. જેમાં વિવિધ ભવનના અધ્યક્ષો અને અધ્યાપકો તેમજ  સમાજકાર્યની, કાયદાની અને વિવિધ કોલેજોના પ્રાધ્યાપકો અને નોન ટીચિંગ સ્ટાફ ઉપસ્થિતિ રહ્યા હતા.

આ કાર્યક્રમમાં શાંતિનિકેતન કોલેજ ગીતામેડમ, કણસાગરા કોલેજ નેહાબેન ચૌહાણ, ગ્રેસ કોલેજ –  સંજયભાઈ અને વર્ષાબેન, હરિવંદના કોલેજ પરાગભાઈ ઝાલા, આબિદભાઈ, શીતલબેન, ખ્યાતીબેન, માતૃમંદીર કોલેજ આર.કે. પટેલ, પ્રશાંત ધામેલ, મહર્ષિ અરવિંદો કોલેજ મિતેષસર, ક્રીએશન કોલેજ ભાવેશ હરસોડા, શિપ્રા કોલેજ દવેસર, સુરભી કોલેજ સંજયસર, પાંધી લો કોલેજ ગોવિંદભાઈ વેકરીયા, ગીતાંજલી કોલેજ ગૌતમભાઈ દવે, ગ્રેસ લો કોલેજ ચિરાગભાઈ ચૌહાણ તેમજ યુનિવર્સિટીના ભવનો અને અન્ય પ્રતિનિધિઓમાં અર્થશાસ્ત્ર ભવન અધ્યક્ષ શ્રી શાહ સાહેબ તથા અધ્યાપકો, સમાજશાસ્ત્ર ભવન ભરતભાઈ ખેર તથા અધ્યાપકો, એમબીએ ભવન કિરીટભાઈ ચૌહાણ, ડી.એચ. સરકારી કોલેજ અધ્યાપકો, ડૉ. રવિભાઈ ધાનાણી અને લીગલ ઓથોરિટી તરફથી પી.એલ.વી. એડવોકેટ્સ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વિઠલાપરા સાહેબ, પૂજનભાઈ, ખીલનભાઈ તથા તેમની સમગ્ર ટીમે સક્રિય સહયોગ આપ્યો.

આ કાર્યક્રમમાં બાળ અને મહિલા વિકાસ વિભાગ, ગાંધીનગર તરફથી અધિકારી શ્રી મહેન્દ્રભાઈ મકવાણા દ્વારા શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો હતો, ડૉ. યજ્ઞેશભાઈ જોશી (ડીન) દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી તેમજ  ડૉ.મહેશભાઈ ગોગરા ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમનું સમગ્ર આયોજન ડૉ. રાજુભાઈ દવેના માર્ગદર્શન હેઠળ થયું. મહેમાનોનું સ્વાગત ડૉ.રાજુભાઈ દવે દ્વારા કરવામાં આવ્યું અને સંચાલન ડૉ. પ્રિતેશભાઈ પોપટ દ્વારા, કાર્યક્રમનો હેતુ ડૉ.પરેશભાઈ સરસિયા દ્વારા રજૂ થયો અને આભારવિધિ શ્રી ચાંદનીબેન ઈસ્લાણીયા દ્વારા કરવામાં આવી તેમજ ફીલ્ડવર્ક  ઓફિસર હિરલબેન રાવલ, બીનાબેન જોષી તથા વિવિધ ભવનોના નોન-ટીચિંગ સ્ટાફ અને અધ્યાપકનો સક્રિય સહયોગ મળ્યો હતો.

આ રીતે “Safe, Healthy and Inclusive Spaces” વિષયક સેમિનાર ઊર્જાસભર વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સમાનતા તથા સુરક્ષા માટે મજબૂત સંદેશ આપ્યો.

 

સમાજકાર્ય ભવન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ


Published by: Department of Social Work

24-02-2026