IPR ક્ષેત્રમાં કારકિર્દી માટે પ્રાયોગિક જ્ઞાન તરફ વિદ્યાર્થીઓનું મહત્વપૂર્ણ પગલું
PGDIPR વિદ્યાર્થીઓની રાજકોટની પ્રતિષ્ઠિત IPR Law Firm J.J. Patel & Co. ખાતે શૈક્ષણિક મુલાકાત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવિય કાયદા ભવન દ્વારા સંચાલિત Post Graduate Diploma in Intellectual Property Rights (PGDIPR) અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ માટે IPR ક્ષેત્રના પ્રાયોગિક જ્ઞાન અને કાનૂની વ્યવસાયની વાસ્તવિક સમજ વિકસાવવાના હેતુથી રાજકોટની પ્રતિષ્ઠિત J.J. Patel & Co. – IPR Law Firm ખાતે શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ શૈક્ષણિક મુલાકાત ભવનના અધ્યક્ષ ડો. ભગીરથસિંહ એન. માંજરિયાના માર્ગદર્શન અને અધ્યક્ષતામાં યોજાઈ હતી. મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને વર્ગખંડમાં પ્રાપ્ત થયેલા સૈદ્ધાંતિક જ્ઞાનને IPR ક્ષેત્રની વાસ્તવિક કાનૂની પ્રેક્ટિસ સાથે જોડવાનો હતો.
મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને Intellectual Property Rights ક્ષેત્રમાં કાનૂની પ્રેક્ટિસ, ક્લાયન્ટ સાથે વ્યવહાર, IPR સંબંધિત વિવિધ કાનૂની પ્રક્રિયાઓ, કેસની તૈયારી અને વ્યવહારુ કામગીરી તેમજ IPR ક્ષેત્રમાં કારકિર્દી વિકસાવવાની વિવિધ તકો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ પ્રસંગે J.J. Patel & Co.ના Advocate શ્રી જીજ્ઞેશભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને IPR ક્ષેત્રની પ્રાયોગિક કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમણે પોતાના કાનૂની વ્યવસાયના અનુભવના આધારે વિદ્યાર્થીઓ સાથે IPR પ્રેક્ટિસમાં જરૂરી વ્યવહારુ કૌશલ્યો, વ્યાવસાયિક અભિગમ, ક્લાયન્ટ મેનેજમેન્ટ અને કારકિર્દી વિકાસ અંગે મહત્વપૂર્ણ માહિતી શેર કરી.
આ મુલાકાત વિદ્યાર્થીઓ માટે વિશેષ મહત્વપૂર્ણ રહી, કારણ કે તેમને IPR કાયદાના સૈદ્ધાંતિક અભ્યાસને વાસ્તવિક કાનૂની વ્યવસાય સાથે જોડવાની તક મળી. IPR ક્ષેત્રમાં સફળ કારકિર્દી માટે માત્ર કાયદાનું જ્ઞાન પૂરતું નથી; પરંતુ કાયદાનો વ્યવહારમાં ઉપયોગ, કાનૂની સંશોધન, દસ્તાવેજીકરણ, ક્લાયન્ટ સાથે વ્યવહાર અને વ્યાવસાયિક કૌશલ્યોનું વિકાસ પણ એટલું જ મહત્વપૂર્ણ છે.
Law Firm Visit દ્વારા વિદ્યાર્થીઓને IPR ક્ષેત્રમાં કાનૂની પ્રેક્ટિસની વાસ્તવિક કામગીરી અને તેમાં ઉપલબ્ધ કારકિર્દીની તકો અંગે પ્રત્યક્ષ સમજ પ્રાપ્ત થઈ.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવિય કાયદા ભવન દ્વારા સંચાલિત PGDIPR Courseનો હેતુ વિદ્યાર્થીઓને Intellectual Property Rightsનું માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન પૂરું પાડવાનો નથી, પરંતુ તેમને IPR ક્ષેત્રની પ્રાયોગિક અને વ્યવસાયિક દુનિયા સાથે પણ જોડવાનો છે.
અભ્યાસક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને IPR કાયદો, કાનૂની પ્રેક્ટિસ, સંશોધન, કેસ સ્ટડી, વ્યવસાયિક કૌશલ્યો તથા IPR ક્ષેત્રમાં ઉપલબ્ધ વિવિધ કારકિર્દી તકો અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. આવી શૈક્ષણિક મુલાકાતો અભ્યાસક્રમના practical-oriented approachને વધુ મજબૂત બનાવે છે.
વિદ્યાર્થીઓને કારકિર્દી માટે પ્રોત્સાહન
આ મુલાકાતમાં ભવનના પી.એચ.ડી સંશોધક શ્રી ચિંતનકુમાર શકોરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વિદ્યાર્થીઓને IPR ક્ષેત્રમાં પ્રાયોગિક કૌશલ્યો વિકસાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં Intellectual Property Rightsનું ક્ષેત્ર સતત વિસ્તરી રહ્યું છે અને વિદ્યાર્થીઓ જો શૈક્ષણિક અભ્યાસ સાથે પ્રાયોગિક તથા વ્યાવસાયિક કૌશલ્યો વિકસાવે, તો તેઓ IPR ક્ષેત્રમાં વિશિષ્ટ અને સફળ કાનૂની કારકિર્દી બનાવી શકે છે.
આભાર
સમગ્ર મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને સમય ફાળવીને IPR ક્ષેત્ર અંગે મૂલ્યવાન અને પ્રાયોગિક માર્ગદર્શન આપવા બદલ J.J. Patel & Co.ના Advocate શ્રી જીજ્ઞેશભાઈ પટેલનો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા PGDIPRના વિદ્યાર્થીઓ દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
આ પ્રકારની શૈક્ષણિક મુલાકાતો અને પ્રાયોગિક પ્રવૃત્તિઓ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો PGDIPR Course વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક લાયકાત પ્રાપ્ત કરવા માટે નહીં, પરંતુ IPR ક્ષેત્રમાં વાસ્તવિક કાનૂની પ્રેક્ટિસ, વ્યાવસાયિક કૌશલ્યો અને સફળ કારકિર્દી માટે તૈયાર કરવા માટે સતત પ્રયત્નશીલ છે.