આઠમો : PG/LLM/Ph.Dનાં સંશોધકોને સ્પેશ્યલ ફેલોશીપ એવોર્ડ:૨૦૨૫-૨૬

આઠમો : PG/LLM/Ph.Dનાં સંશોધકોને સ્પેશ્યલ ફેલોશીપ એવોર્ડ:૨૦૨૫-૨૬

        બાબાસાહેબ ડો. બી. આર. આંબેડકર ચેર-સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ દ્વારા *"ડૉ. આંબેડકર સ્પેશિયલ ફેલોશીપ સંશોધન એવોર્ડ: ૨૦૨૫-૨૬"* ના ઇન્ટરવ્યૂ તા. ૦૫/૦૧/૨૦૨૬, સોમવારના રોજ ચેર-સેન્ટરે યોજવામાં આવેલ. આ યોજના અંતર્ગત પોસ્ટ ગ્રેજ્યુએશન (પીજી) તેમજ પીએચ.ડી. ના કુલ ૨૨ વિદ્યાર્થીઓએ અરજી કરેલ જે પૈકી ૧૦ વિદ્યાર્થીઓના ઈન્ટરવ્યુ યોજવામાં આવેલ. આ યોજનામાં પીએચ.ડી.ના કુલ ૦૨, એલ.એલ.એમ.ના ૦૧, માસ્ટર ઓફ લાયબ્રેરી સાયન્સના ૦૧ તેમજ એમ.એસ.ડબલ્યુ.ના ૦૪ એમ કુલ ૦૮ વિદ્યાર્થીઓને પસંદગી સમિતિ દ્વારા પસંદ કરવામાં આવેલ.

          ચેર - સેંટર દ્વારા પીએચ.ડીના વિદ્યાર્થીઓને રૂ. ૨૦,૦૦૦/- તેમજ પીજીના વિધાર્થીઓને રૂ ૧૦,૦૦૦/- એમ કુલ રૂ. ૧,૦૦,૦૦૦/- ની ફેલોશીપ આપવામાં આવશે.

          આ યોજનામાં ઈન્ટરવ્યુ પસંદગી સમિતિના સભ્યો તરીકે ચેર-સેન્ટરની સલાહકાર સમિતિના સભ્યોના પ્રતિનિધિ તરીકે ગુજરાતી ભાષા સાહિત્ય ભવનના અધ્યક્ષ પ્રો. દીપકભાઈ પટેલ, હિન્દી ભવનના પ્રો. બી. કે. કલાસવા તેમજ શિક્ષણશાસ્ત્ર ભવનના એસોસીએટ પ્રોફેસર ડૉ. શ્રદ્ધાબહેન બારોટ તેમજ વિષય નિષ્ણાંત તરીકે સમાજશાસ્ત્ર ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. ભરતભાઈ ખેર ઉપસ્થિત રહેલ.

https://www.facebook.com/share/p/1FFhyMDFBX/


Published by: Babasaheb Dr. B. R. Ambedkar Chair

05-01-2026