ઉમાશંકર જોશીની જન્મજયંતી નિમિત્તે કાર્યક્રમ યોજાયો
ગુજરાત સાહિત્ય અકાદમી,ગાંધીનગર અને ગુજરાતી ભાષા સાહિત્ય ભવનના સંયુક્ત ઉપક્રમે તા.૨૧/૦૭/૨૦૨૩ના રોજ કવિશ્રી ઉમાશંકર જોશીની 112મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે ‘સર્વત્ર ઉમાશંકર’ કાર્યક્રમનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં બે મુખ્ય વક્તાઓ અનુક્રમે જલંત છાયા અને શૈલેષ ટેવાણીએ ‘ઉમાશંકરની કવિતા’ અને ‘ઉમાશંકરના એકાંકીઓ’ વિશે વ્યાખ્યાન આપ્યું હતું. ઉપરાંત આ કાર્યક્રમમાં એમ. એ.ના વિદ્યાર્થીઓએ પણ જુદા જુદા વિષયો પર વક્તવ્યો આપ્યા હતા.