સેન્ટ્રલ લાઈબ્રેરી ખાતે સ્વામી વિવેકાનંદ નિર્વાણ દિવસ નિમિત્તે પુસ્તક પ્રદર્શન યોજાયું

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેન્ટ્રલ લાઈબ્રેરી ખાતે સ્વામી વિવેકાનંદ નિર્વાણ દિવસ નિમિત્તે પુસ્તક પ્રદર્શન યોજાયું

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિ તથા કુલસચિવના માર્ગદર્શન હેઠળ સેન્ટ્રલ લાઈબ્રેરી દ્વારા સ્વામી વિવેકાનંદના નિર્વાણ દિવસના નિમિત્તે વિશેષ પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રદર્શનમાં સ્વામી વિવેકાનંદના જીવન, દર્શન, વિચારધારા તથા પ્રેરણાદાયી સાહિત્યને આવરી લેતાં પુસ્તકો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. યુનિવર્સિટીના વિવિધ ભવનોના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પ્રદર્શનમાં ભાગ લઈને પુસ્તકોનું વાંચન તથા રસપાન કર્યું હતું. આ અવસરે વિદ્યાર્થીઓએ સ્વામી વિવેકાનંદના આદર્શો અને જીવનમૂલ્યોને પોતાના જીવનમાં આત્મસાત કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઈન્ચાર્જ ગ્રંથપાલ ડૉ. ભરત ખેરના માર્ગદર્શન હેઠળ સેન્ટ્રલ લાઈબ્રેરીના તમામ કર્મચારીઓએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી, જેના પરિણામે કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

 

 


Published by: Central Library

04-07-2026