સ્વચ્છતા અભિયાન અને ત્રિવિધ કાર્યક્રમોની ઉજવણી [VIKAS SAPTAH 2026]

સ્વચ્છતા અભિયાન અને ત્રિવિધ કાર્યક્રમોની ઉજવણી

૧૭ સપ્ટેમ્બરે સમાજશાસ્ત્ર ભવન ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સ્વચ્છતા અભિયાન યોજાયું. ‘એક પેડ માઁ કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ, પ્લાસ્ટિકમુક્ત કેમ્પસ માટે શ્રમદાન અને સ્વચ્છતા જાળવવાનો સંકલ્પ લેવાયો. સાથે જ ભવનની સ્વચ્છતા જાળવવામાં યોગદાન આપનાર પન્નાબેનનું સન્માન કરવામાં આવ્યું. સમગ્ર ભવન પરિવારે ઉત્સાહપૂર્વક ભાગ લઈને સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપ્યો.


Published by: Department of Sociology

17-09-2026