બિન-શૈક્ષણિક કર્મચારીઓની ભરતીની પ્રકિયા અન્વયે અગત્યની સુચના (તા.૦૨-૦૫-૨૦૨૬)

બિન-શૈક્ષણિક કર્મચારીઓની ભરતીની પ્રકિયા અન્વયે અગત્યની સુચના

તા: ૦૨-૦૫-૨૦૨૬

 

સૌરાષ્ટ્ર યુનિવર્સીટી રાજકોટ દ્વારા બિન-શૈક્ષણિક કર્મચારીઓની ભરતીની પ્રકિયા અન્વયે આજરોજ તા:૧૯-૦૪-૨૦૨૬ ને રવિવારે વિઝન સ્કુલ, કુવાડવા રોડ, રાજકોટ અને શ્રી રાજ સ્કુલ, કુવાડવા રોડ, રાજકોટ ખાતે બિન-શૈક્ષણિક કર્મચારીઓની Elimination Test અને Exam- B આયોજીત કરવામાં આવેલ હતી જે સફળતા પૂર્વક પૂર્ણ થયેલ છે.

 

પ્રવર્તમાનમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીની પ્રકિયા અન્વયે લાગુ થયેલ આચારસંહિતાને કારણે આ પરીક્ષાની Provisional Answer Key અને ભરતીની આગળની ક્રમિક પ્રકિયા ચુંટણી આચારસંહિતા ને કારણે સ્થગિત કરવામાં આવેલ હતી. રાજ્ય ચુંટણી આયોગ, ગુજરાત ની તા: ૨૮-૦૪-૨૦૨૬ ના પત્ર ક્રમાંક : ELC-COC -3 (8)=042026-K/ 17678 to 17681 થી ચુંટણી આચારસંહિતા પૂર્ણ થયેલ જાહેર કરવામાં આવેલ છે. આથી આ  પરીક્ષાની Provisional Answer Key અને ભરતીની આગળની ક્રમિક પ્રકિયા યુનિવર્સીટીની વેબસાઈટ પર મુકવામાં આવેલ છે. આથી Elimination Test અને Exam - B માં ઉપસ્થિત રેહનાર તમામ ઉમેદવારોએ યુનિવર્સીટીની વેબસાઈટ ચેક કરવા અનુરોધ છે. આ ઉપરાંત પરીક્ષા-B અને એલિમિનેશન ટેસ્ટ માં હાજર રહેનાર ઉમેદવારો ને તેમની OMR SHEET ની સ્કેન કોપી તેમના રજીસ્ટર્ડ email દ્વારા મોકલી આપવામાં આવેલ છે. આ અંગે ઉમેદવારોને વ્યક્તિગત રીતે કોઈપણ પ્રકારની જાણકારી આપવામાં આવશે નહિ.

 

કો-ઓર્ડીનેટર

રિક્રુટમેન્ટ સેલ


Department: Recruitment Cell

02-05-2026