સમાજશાસ્ત્ર ભવન દ્વારા આયોજિત એક દિવસીય વેબીનારમાં આજે  નિશ્ચલભાઈ સંઘવી (Times of India Group) ઉપસ્થિત રહ્યા 
તેમણે  વિદ્યાર્થીઓ સમક્ષ  પોતાના વિચારો મુકતા જણાવ્યું હતું કે, કોરોના મહામારીની વર્તમાન સમયમાં કેવી સ્થતિ છે તથા આપણે હજુ કેવીરીતે આ મહામારીની સામે લડવાનું છે, તેમજ આ અંગે આપણી ગંભીરતા કેવી હોવી જોઈએ? વગેરે બાબતોની ઉદાહરણો આપીને વિદ્યાર્થીઓને માનસિક મજબૂત બની રહેવા તેમજ પોતાના વિવિધ શોખને કેળવવા માટેનાં માર્મિક સૂચનો આપ્યાં હતાં. 
ભવન તરફથી હરહંમેશ વિદ્યાર્થીઓ સાથે સામાજિક નાતો ભૌતિક દૂરી હોવા છતાં આ કપરા સમયમાં અતુટ અને યથાવત રહે  એજ ધ્યેય રહ્યો છે.
 
             
            
            Organized from: 09-04-2020 to: 09-04-2020
             Organized by: Department of Sociology